સંગીત-લોકસંગીત


ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ“ ( ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક ) માંથી……….

તાલની જાતી : તાલની જાતી પાંચ છે.

૧) તિસ્ત્ર જાતી : તિસ્ત્ર જાતીનાં તાલમાં દરેક ખંડમાં ત્રણ ત્રણ માત્રાઓ હોય છે. જેમ કે દાદરો     માત્રા – ૬.
૨) ચતુસ્ત્ર જાતી : ચતુસ્ત્ર જાતીનાં તાલના દરેક ખંડમાં ચાર ચાર માત્રા હોય છે.
૩) મિશ્ર જાતી : મિશ્ર જાતીનાં તાલોમાં ૭ માત્રા હોય છે. તાલનાં પહેલાં ખંડમાં ત્રણ, બીજા ખંડમાં ચાર માત્રા હોય છે. જેમ કે દીપચંદી માત્રા – ૧૪.
૪) ખંડ જાતી : ખંડ જાતીનાં તાલો ૫ માત્રાની હોય છે. તેમનાં પ્રથમ ખંડમાં ૨ માત્રા હોય છે. જેમકે ઝપતાલ.
૫) સંકીર્ણજાતી : સંકીર્ણજાતીનાં તાલોમાં ૯ માત્રા હોય છે. જેમાં પ્રથમ ખંડ પાંચ માત્રા અથવા ૯ માત્રાનો ખંડ આવે છે.

ઠેકા: તબલાં પર વગાડવામાં આવતાં ધા, ધીં, તા વગેરે તાલનાં બોલને ઠેકા કહે છે.

દુગન : લયને કાયમ રાખીને તેનાથી બમણી લયમાં ગાંવુ કે વાગાડવાની ક્રિયાને દુગન કહે છે.

ગાનનાં દોષ : બ્રહ્મર્ષિ નારદમુનિએ ગાનમાં આ પ્રમાણેનાં દોષ જણાવ્યાં છે :

૧) કંપિત અથવા ગાતી વખતે સ્વર હલતો રહે.
૨) ભય અથવા કોઈની ભીતીથી ગાવુ.
૩) ઉદ્ ઘૃષ્ટ રીતિથી ગાવું.
૪) અવ્યક્ત અથવા વર્ણોચ્ચાર યોગ્ય રીતે ન કરવો.
૫) નાકમાંથી અવાજ કાઢવો.
૬) નાકનાં સ્વરથી ગાવું.
૭) ઘણાં ઊંચા સ્વરેથી ગાવું.
૮) સ્વરને પોતાની જગ્યા નીચે મૂકી ગાવું.
૯) મૂળ સ્વરને મૂકીને બીજા સ્વરો લગાડીને ગાવું.
૧૦) અરસિક ગાવું.
૧૧) શ્રમિત થઈને ગાવું.
૧૨) વિના કારણ સ્વરને ધક્કો દઈને ગાવું.
૧૩) વ્યાકુળ રીતિથી ગાવું.
૧૪) બેતાલ અથવા તાલ વિનાનું ગાવું.

— ઉપરનાં દોષો સિવાય બીજા કેટલાંક દોષો નીચે પ્રમાણે છે.

૧) સંદ્દષ્ટ : રસ વિનાનાં શબ્દોનો ઉચ્ચાર ગાતી વખતે કરવો તેને સંદ્દષ્ટ દોષ કહેવામાં આવે છે.
૨) સૂતકારી : જેનાં ગાયનમાં વારંવાર સત્કાર શબ્દો નીકળે છે, તેને સૂતકારી દોષ કહેવામાં આવે છે.
૩) કરાલી : ગાતી વખતે જેનો ચહેરો ભયાનક દેખાય છે, તેને કરાલી દોષ કહે છે.
૪) કરમ : ગાતી વખતે માથૂં ઝૂકાવીને ખંભાપર કપાળ મૂકીને અથવા ગાલ કે કાન પર હાથ મૂકીને ગાવું એને કરમ દોષ કહેવામાં આવે છે.
૫) ઉદ્દઘટ : ગાતી વખતે બકરાનાં જેવો સ્વર કાઢવો તેને ઉદ્દઘટ દોષ કહેવાય છે.
૬) ભોંળક : ગાતી વખતે ચહેરાની નસો તરી આવે , તેને ભોંળક દોષ કહેવાય છે.
૭) વક્રી : ગાતી વખતે ગળા ને વાંકુ કરવું તેને વક્રી દોષ કહેવાય છે.
૮) પ્રસારી : ગાત્રોને ફુલાવીને ગાવું તેને પ્રસારી દોષ કહેવાય છે.
૯) નિમીલક : ગાતી વખતે આંખો મીંચી દેવી એને નિમીલક દોષ કહેવાય છે.
૧૦) અનવસ્થિત : મૂલાધાર અનાહત અને બ્રહ્મરંધ – એ ત્રણ સ્થાનોનાં બોધ વિનાનું ગાવું એને અનવસ્થિત દોષ કહેવાય છે.
૧૧) નિશ્રક : રાગમાં જે સ્વરો લગાડવા જોઈએ તે ન લગાડાતાં બીજા સ્વરો લગાડવા તેને નિશ્રક દોષ કહેવાય છે.
૧૨) અવધાન :સ્થાયી વગેરે અલંકારને ક્રમથી મૂક્યાં સિવાય ગાવું તેને અવધાન દોષ કહેવાય છે.
૧૩) અંધપરંપરા : સ્વરશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યાં સિવાય બીજા માણસનાં ગળાની નકલ કરીને ગાવું તેને અંધપરંપરા દોષ કહેવાય છે.


વધુ આવતા અંકે……….

Advertisements

ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ“ ( ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક ) માંથી……….

રાગસંગીત : રાગસંગીતનો પ્રારંભ ઈ.સ.ની પાંચમી કે છઠ્ઠીસદીમાં માતંગમુનિથી થયો છે. માતંગમુનિએ બ્રહદદેશીય ગ્રંથમાં સૌ પ્રથમ સમય સમયનાં રાગ બાંધી આપ્યાં છે. એ પછી દશમી સદી પછી સારંગદેવે સંગીતરત્નાકરમાં આ પધ્ધતિને વિશેષ શુધ્ધ રીતે પ્રચલિત કરી હતી. આ પરંપરાનો વિશેષ પ્રચાર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવસંપ્રદાયે કર્યો છે.

રાગનો સમય : હિંદુસ્તાની સંગીતમાં દરેક રાગને ગાવા માટે નિશ્વિત સમય મુકરર થયેલ છે. નિશ્વિત સમયે તે રાગ ગાવાથી વિશેષ રીતે શોભી ઊઠે છે. સમય ઉપરાંત કેટલાંક રાગો ઋતુ પ્રધાન મનાય છે.

વાદી સ્વરોનાં રાગનો સમય : રાગોનાં વાદીસ્વર સપ્તકના પૂર્વાંગમાં હોય તેવાં રાગો દિવસનાં ૧૨ થી રાત્રીનાં ૧૨ સુધી ગવાય છે અને જે રાગોનો વાદી સ્વર સપ્તકના ઉતરાંગમાં હોય તેવાં રાગો રાત્રીનાં ૧૨ થી દિવસનાં ૧૨ સુધી ગવાય છે.

સ્વર સાથે રાગનાં સમયનો સંબંધ : ) જે રાગમાં રે, ધ કોમળ હોય એવાં રાગો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ગવાય છે. સૂર્યોદય સમયે ગવાતા રાગોમાં શુધ્ધ મધ્યમ પ્રબળ હોય છે. સૂર્યાસ્ત સમયે ગવાતાં રાગોમાં તીવ્ર મધ્યમ પ્રબળ હોય છે. આ બંને પ્રકારનાં રાગોને સંધિ પ્રકાશ રાગો કહે છે.
) જે રાગમાં રે, ધ શુધ્ધ હોય તેવાં રાગોમાં દિવસ અને રાત્રીનાં બીજા પ્રહરમાં ગવાય છે. જે રાગોમાં ગ, નિ કોમળ હોય તેવાં રાગો દિવસ અને રાત્રીનાં ત્રીજા પ્રહરમાં ગવાય છે.

પરમેલ પ્રવેશક : કોઈ એક થાટનાં રાગોનો ગાવાનો સમય પૂરો થયા પછી બીજા થાટનાં રાગો ગાવાનો સમય શરૂ થાય છે, તે બંને થાટનાં સ્વરો જે રાગમાં આવી જાય તે રાગને પરમેલ પ્રવેશક કહે છે.

ગીત : મધુર સ્વરોમાં તાલયુકત સુંદર કર્ણપ્રિય શબ્દરચનાને ગીત કહેવાય છે. ગીતનાં જુદાં જુદાં વિભાગને અવયવ કહે છે. સામાન્ય રીતે ગીતનાં સ્થાયી અને અંતરા બે જ અવયવ છે.

સ્થાયી : ગીતનાં પ્રથમ પહેલાં ભાગ કે જેનાં સ્વરો મોટે ભગે મન્દ્દ અને મધ્ય સપ્તકમાં હોય છે, તેને સ્થાયી કહે છે.

અંતરા : ગીતનો બીજો ભાગ કે જેનાં સ્વરો મોટે ભાગે મધ્ય અને તાર સપ્તકમાં હોય છે, તેને અંતરા કહે છે.

સંચારી અને આભોગ : અમુક ગીત પ્રકારમાં અંતરા પછીનો ભાગ કે જે મન્દ્ અને  મધ્ય સપ્તકમાં વિશેષ ગવાય છે, સંચારી અને સંચારી પછીનાં ગીતનાં ભાગમાં તાર સપ્તકનો ઉપયોગ થાય છે, તેને આભોગ કહે છે.

પ્રબંધ : શાસ્ત્રીયસંગીતનાં ગીતના પ્રકારોને પ્રબંધ કહે છે.

લય : સગીતમાં સમયની એક સરખી ગતિને લય કહે છે. લયનાં 
૧)વિલંબિત : એકદમ ધીમી લય,
૨)મધ્ય : વિલંબિત લય કરતાં બમણી ઝડપથી ગવાતી લય,
૩)દ્રુત : મધ્ય લય કરતાં બમણી ઝડપથી ગવાતી લય,
  – એવાં ત્રણ પ્રકાર છે. તાલનું પ્રધાન ચલન લય છે.

માત્રા : લયને માપવાનું સાધન માત્રા છે. એક, દો, તીન, ચાર અથવા ધા, ધા, ધિં, તાં બોલ માત્રાને પ્રકટ કરવા માટે નિયુકિત કરવામાં આવેલ છે. એક સરખી લયમાં જ્યારે તાલી આપીએ છીએ ત્યારે બે તાલી વચ્ચેનાં સમયનાં અંતરને, અથવા મનુષ્યની નાડી જેટલાં સમયમાં બે વાર ચાલે એટલાં અંતરને અથવા તો એક સેકન્ડનાં સમયને એક માત્રા મનાય છે. જરૂરીયાત પ્રમાણે તેની સમયમર્યાદાને વધુ-ઓછી કરી શકાય છે.

તાલ : સંગીતની ગતિ માપવાનું સાધન તાલ છે. માત્રાની જુદી જુદી સંખ્યામાં સમ, ખાલી તાલી, તાલી અને ખંડ ઈત્યાદિ નક્કી કરેલ રચનાથી તાલ બને છે. સંગીતનો પ્રાણ તાલ છે. તાલઃ ‘કાલ ક્રિયામાનમ્’ અર્થાત્ સમય, માન કે માપ તાલ છે. તાલ આઘાત આપવાનું અને ભિન્નતા પ્રદર્શિત કરવાનાં મુખ્ય બે કાર્ય કરે છે. તાલ માટે એક દોહો પ્રસિધ્ધ છેઃ
તાલ  રાગકો   મૂળ  હૈ, વાધ  તાલકો  અંગ;
દોનો સંજોગ જબ હોત હૈ, ઉઠત અનેક તરંગ.

સમ : તાલીની પહેલી માત્રાને સમ કહે છે. ગાયનમાં સૌથી વધુ વજન સમ ઉપર આવે છે. સમનું સ્થાન ભિન્ન ભિન્ન હોય છે. તાલનો પ્રાણ સમ છે

ખાલી : તાલમાં સમ પછીનું વજન ખાલી આવે છે. તાલનાં કુલ માત્રાનાં બે ભાગ કરી બીજ ભાગની પહેલી માત્રા ઉપર ખાલી આવે છે. તાલનાં કુલ માત્રાનાં તાલોમાં એકથી વધુ ખાલી પણ હોય છે. અપવાદરૂપ કોઈ તાલની શરૂઆત ખાલીથી જ ગણાય છે, ત્યારે તાલીની સમ અને ખાલી બન્ને પહેલી માત્રા ઉપર ગણાય છે.

તાલી : સમ અને ખાલી સિવાય પણ ગીતની બીજી માત્રાઓ પર વજન આવે ત્યાં તાલી અપાય છે.

વિભાગ અથવા ખંડ : તાલમાં આવતી તાલી અને ખાલી પ્રમાણે દરેક તાલમાં ખંડ કે વિભાગ પડે છે. જયાં જયાં તાલી અને ખાલી આવે એ દરેક જગ્યાએ જેટલી માત્રા આવે એટલી માત્રાનાં દરેક વિભાગ કે ખંડ બને છે.

વધુ આવતા અંકે………..

કાકુસ્વર : એક સ્વર ઉપરથી બીજા સ્વર ઉપર જતાં વચલાં સૂરને થતો સ્પર્શને કાકુસ્વર કહે છે. લોકસંગીત કાકુસ્વરોથી સભર છે. સ્વ. પં. ઓમકારનાથજી ઠાકુરે ‘રાગ અને રસ’ પુસ્તિકામાં કાકુની વિસ્તૃત સમજુતી આપતાં લખે છે કે “સ્વરનો ત્રીજો ગુણ કાકુ. સંગીતની ભાષામાં કાકુ શબ્દનો અર્થ સમજાવવા માટે સ્વરભેદ શબ્દની યોજના સમુચિત્ત લાગે છે. ગાતા, બોલતાં કે નાટ્યમાં અભિનય કરતાં અવાજમાં, અવાજની જાતમાં જે જુદાં જુદાં ફેરફારો કરવામાં આવે છે, તેને સંગીતની ભાષામાં કાકુ કહેવામાં આવે છે. સુખદુઃખાદિ સંવેદન પ્રસંગે કંઠમાં એ જાતનાં પરિવર્તનો કરવાની આવશ્યકતા રહે છે. કરુણાભર્યો પ્રસંગ હોય, એ પ્રસંગે ક્યાંય કહેતાં હોઈએ, નાટ્યમાં અભિનય પ્રસંગે ઉતરતા હોઈએ અથવા ગીતાલાપમાં વિલાપતાં હોઈએ, તેવાં પ્રસંગે કંઠ ગદગદિત થવો જ જોઈએ.
તેવી જ રીતે ગુંગળાયેલા, અકળાયેલાં, ક્રોધે ભરાયેલ, શાન્ત ચિન્તિત, નૈરાશ્ય, નિર્વેદ, ખેદ, પ્રસ્વેદ વગેરે જે જે અવસ્થાઓ દર્શાવવી હોય તે તે અવસ્થાઓ માટે કંઠમાં તેવી ક્રિયાઓ કર્યા વગર-સ્વરભેદ દર્શાવ્યાં વગર રસોત્ત્પત્તિ સંભવી જ શકે નહિ. એ બધાં સ્વરભેદની અવસ્થાને શાસ્ત્રીય ભાષામાં મૂકવાને અર્થે એને “કાકુ” સંજ્ઞાથી ઓળખવામાં આવે છે.” 

રાગ : જન મન રંજન કરવાવાળી, આરોહ-અવરોહ તથા વાદી-સંવાદીયુક્ત શ્રવણ મધુર અને શાસ્ત્રોનુંસાર સ્વરરચનાને રાગ કહે છે. ‘રંજયતિ ઈતિ રાગ’ અર્થાત્ રાગ રંજક હોવો જોઈએ. 

રાગના અંગો : આરોહ, અવરોહ, પકકડ, સમય, વાદી, સંવાદી ઈત્યાદી રાગનાં નિયમબધ્ધ મુખ્ય અંગો છે 

જાતિ : રાગનાં આરોહ-અવરોહમાં આવતા સ્વરોની સંખ્યા ઉપરથી રાગની જાતિ નકકી કરવામાં આવે છે. આવી મુખ્ય જાતિ ત્રણ છે સંપૂર્ણ, ષાડવ, ઔડવ.

વાદી : રાગનો મુખ્ય સ્વર. રાગનું સ્વરૂપ જે સ્વર વિના સ્પષ્ટ ન થઈ શકે તે વાદી.

સંવાદી : જે સ્વર વાદી સ્વરથી બીજે ક્રમે રાગનું પૂર્ણ સ્વરૂપ બતાવે છે તે સંવાદી. 

અનુવાદી : રાગમાં આવતાં વાદી અને સંવાદી સિવાયનાં અન્ય સ્વરોને અનુવાદી કહે છે.

વજર્ય : રાગમાં ન આવતાં સ્વરને વજર્યસ્વર કહે છે.

વિવાદીસ્વર : જે સ્વરનો પ્રયોગ રાગમાં કરવામાં ન આવતો હોવાછતાં કુશળ ગાયક રાગની સુંદરતા વધારવા માટે કયારેક કયારેક આ વિવાદી સ્વરનો ઉપયોગ કરતાં હોય છે.

પકકડ : ઓછામાં ઓછા સ્વરો દ્વારા રાગનું સ્વરૂ બતાવતા સ્વરસમૂહને પકકડ અથવા રાગનું મુખ્ય અંગ કહે છે

થાટ : સપ્ત સ્વરોનામ સમૂહ કે જેનાથી રાગ ઉત્પન્ન થઈ શકે તેને મેળ અથવા થાટ કહે છે. થાટ વિશિષ્ટાથી અંકિત છે.

સરગમ : રાગના નિયમને આધીન રહીને રાગમાં આવતાં સ્વરોની તાલબધ્ધ સ્વરરચનાને સરગમ અથવા સ્વરમાલિકા કહે છે.

લક્ષણગીત : રાગની બધી માહિતી અપાતી અને તે જ રાગમાં તાલબધ્ધ ગવાતી શબ્દરચનાને લક્ષણગીત કહે છે

બોલતાન : સંગીતમાં આલાપ કરતી વખતે ગીત કે શબ્દોને નવી સ્વરાવલીમાં ગાનની ક્રિયાને બોલતાન કહે છે.

તાનપલટા : સા, રે, ગ, મ, ના રાગાનુકુળ નાનાં મોટાં ટુકડાઓ કરી તેના ક્રમવાર આરોહ તે તાન અને ક્રમવાર અવરોહ તે પલટો. સારીગ, રીગમ, ચઢતાં ધનીસા સુધી જઈએ તે તાન અને સાનીધ થી ગરીસા સુધી ઉતરીએ તે પલટો.

ગમક : બબ્બે સ્વરની ગાંઠને કંપિત કરી ત્વરિત ગતિથી લેવામાં આવે તેને ગમક કહે છે. જે તાનનો એક સ્વતંત્ર પ્રકાર છે.

તરજ : રાગને તાલને અનુસરી બધાં રાગનું મિશ્રણને તરજ કહે છે.

વધુ આવતા અંકે…………..

(૨) સંગીત-લોકસંગીત……..

મધુરનાદ : સંગીતોપયોગી કોઈપણ ઉત્પન્ન થતો ધ્વનિની કંપન સંખ્યા નિયમિત હોય છે. ત્યારે તેને મધુરનાદ કહેવામાં આવે છે.

આંદોલન અને તેની સંખ્યા : જ્યારે કંપન કરતી કોઈપણ વસ્તુ તેની મૂળ સ્થિતિથી ઊંચે અને ત્યારબાદ તેટલી જ નીચે ગયા બાદ જ્યારે મૂળ સ્થિતિ પર પરત આવે છે તેટલાં કંપનને એક આંદોલન કહેવામાં આવે છે. આંદોલન બંધ થતાં ધ્વનિ બંધ થાય છે. એક સેકન્ડમાં તાર જેટલાં આંદોલન છેડે છે, તેને તે ધ્વનિને આંદોલન સંખ્યા કહે છે.

નાદની ઊંચાઈ : નાદનાં ઊંચા કે નીચાપણાનો આધાર ધ્વનિ ઉત્પાદક આંદોલનની સંખ્યા પર રહે છે. વધુ આંદોલનની સંખ્યાનો ધ્વનિ ઊંચો અને ઓછી આંદોલનની સંખ્યાનો ધ્વનિ નીચો કહેવાય છે.  

નાદની ઘનતા : ધ્વનિ ઉત્પાદકતા જેમ વધુ તેમ ધ્વનિની ઘનતા વિશેષ. ધ્વનિ ઉત્પાદકતા પર વિશેષ દબાણ કરવાથી તેમા આંદોલનની પહોળાઈ વધે છે, તેને કારણે મોટો ધ્વનિ ઉત્પન્ન થાય છે. 

સ્વર-સૂર : અવાજનાં સ્થૂલ સ્વરૂપને સ્વર અથવા સૂર કહે છે. સાધારણ ગાયન-વાદનમાં સ્થૂલ સ્વર પ્રયોજાય છે. અને ખાસ રાગ-રગીણીઓનાં સાચાં સ્વરૂપો બતાવવામાં શ્રુતિઓનો ઉપયોગ થાય છે. ૨૨ શ્રુતિઓમાંથી અમુક શ્રુતિનાં નકકી કરેલ અંતરે શુધ્ધ તેમજ વિકૃત સ્વરો મનાય છે. મુખ્ય સાત સ્વરોમા અનુક્રમે ષડજ, રિષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ છે. ગાતી વખતે તે સ્વરોને ટુંકાવીને ક્રમાનુસાર ‘સા રે ગ મ પ ધ નિ’ આ રીતે ઉચ્ચારાય છે. સ્વરનાં શુધ્ધ અને વિકૃત એમ બે પ્રકાર છે. 

સપ્તક : સા થી નિ સુધીમાં આવતા સ્વરોનાં સમુહને સપ્તક કહે છે. આ સ્વરોમાં તાર, સપ્તકનો સા ઉમેરવાથી એક સપ્તક પૂરું થાય છે. આમાં મુખ્ય સપ્તક મન્દ્દ મધ્ય અને તાર એમ ત્રણ છે. આ ત્રણેય સપ્તકો એક બીજાથી બમણી ઊંચાઈએ આવેલ છે. સપ્તક શરીરનાં સ્થાન સાથે સંબંધિત છે. 

શ્રુતિ : ‘શ્રયતે ઈતિ શ્રુતિ’ એક સપ્તકમાં એક બીજાથી ઊંચા એવાં અસંખ્ય નાદ હોય છે, પરંતુ એક બીજાથી સ્પષ્ટ રીતે સાંભળી તેમજ ગાઈ શકાય તેવાં ૨૨ નાદ હોય છે. આ ૨૨ નાદને શ્રુતિ કહે છે. શ્રુતિએ અવાજનું સૂક્ષ્મ સ્વરૂપ છે.  

સૂરાવટ : એ સૂર ઉપરથી બીજા સૂર ઉપર એકદમ સીધા જઈ અટકી ન જતાં રાગને અનુકૂળ બીજા સૂરો ઉપર ફરીને જવૂં તેને સૂરાવટ કહે છે. ઉદાહરણ તરીકે વૈષ્ણવજન ‘સા ગ, ગ, ગ, ગ, ગ,’ ને સાદા સીધા ગાનમાં ‘સા, રે, પ, મ, ગ, ગ,’ સૂરો લગાડતાં સૂરાવટથી ગાયુ કહેવાય છે

સ્વરનિયોજન : અમુક પ્રકારે અને અમુક અંતરે સૂરોની ગોઠવણીથી ધારી અસર ઉત્પન્ન કરવામા આવે છે. તેને સ્વરનિયોજન કહે છે. 

મીંડ : એક સૂરને તાણીને તોડયા વગર બીજે સૂરે પહોંચવુ તેને મીંડ કહે છે. મીંડના સૂરો ખેંચાય છે. મીંડમાં એક સૂર તોડયા વગર બીજા સૂર પર જવાનુ હોવાથી તે હારમોનિયમમાં શક્ય નથી. મીડ સંગીતનું અગત્યનું અંગ છે.  

પૂર્વાંગ : ઉતરાંગ : સપ્તકનાં બે ભાગ છે. પેલા ભાગ ‘સા રે ગ મ’ ને પૂર્વાંગ અને બીજા ભાગ ‘પ ધ નિ સા’ ને ઉતરાંગ કહે છે 

સંવાદ-વિસંવાદ : બે સ્વરોનાં સુમધુર મિલાપને સંવાદ કહે છે. તેનાં ત્રણ પ્રકાર છે. બહુ નજીક અને બહુ દૂર આવેલાં સ્વરો સાથે વગાડવાથી વિસંવાદ ઉત્પન્ન થાય છે.  

આરોહ-અવરોહ : સ્વરોનાં ઉપર જવાના ક્રમને આરોહ અને નીચે ઉતરવાનાં ક્રમને અવરોહ કહે છે. 

વર્ણ : ગાવાની પ્રત્યક્ષ ક્રિયાને વર્ણ કહે છે. તેનાં ચાર પ્રકાર છે. 

અલંકાર : સ્વરોની વિશિષ્ટ પ્રકારની નિયમિત રચનાને અલંકાર કહે છે.

ખરજ-લરજ : મંદ્ સપ્તકનાં સ્વરોને ખરજ અને અનુમંદ્રનાં સ્વરોને લરજ કહે છે.

ગ્રામ : સ્વરનાં સમૂહના વિશ્રામસ્થાનને ગ્રામ કહે છે.

મૂર્ચ્છના : ગાનમાં સ્વરને કંપાવવામાં આવે તેને મૂર્ચ્છના કહે છે.

લાગ : ચાલતા ગાનમાં એકદમ સ્વર છોડીને બીજા સપ્તકનાં તે જ સ્વર ઉપર રોકાઈ પાછા સ્વર ઉપર આવે તેમાં વચ્ચે છોડી દીધેલાં સ્વરને ‘લાગ’ કહે છે.

ડાટ : લાગમાં ઊંચા સ્વરને પકડીને બીજા સ્વરને સ્પર્શ કરવામા આવે તેને ડાટ કહે છે.

વધુ આવતા અંકે…………

ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ”     ( ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક ) માંથી……….

                                  થોડી સંગીતલોકસંગીત વિશે જાણકારી

મહાત્મા ગાંધીજીએ સંગીત વિશે કહ્યું છે કે : ” સંગીતે મને શાંતી આપી છે; વિકલ અવસ્થામાં સંગીતે મારું મસ્તક ઠંડુ કર્યું છે, ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં સહાયતા આપી છે. સાધારણ રીતે જે વાત મગજમાં બેસે તે સંગીત દ્વારા હ્રદય સોંસરવી ઉતરે છે.” ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરનાં મતેસંગીત એજ સૌંદર્યનું સાકાર અને સજીવ સ્વરરૂપ છે.” યાજ્ઞવલ્કય સ્મૃતિમાં જણાવ્યા પ્રમાણે સંગીત મોક્ષ પ્રાપ્તિનું સાધન મનાયું છે. સંગીત ધ્વનિપ્રધાનકલા છે. સંગીતનાં સૌંદર્યનો, માધુર્યનો આધાર સ્વર છે. સ્વરનું મૂળ, નાદ અથવા ધ્વનિ છે. નાદનાં અનાહત અને આહત એમ બે મુખ્ય પ્રકાર છે. અનાહત નાદ યોગવિદ્યા ની સાધના દ્વારા આઘાત વગર ઉત્પન્ન થાય છે. કોઈપણ વસ્તુનાં આઘાતથી કંપનદ્વારા ઉત્પન્ન થતો ધ્વનિને આહતનાદ કહેવામાં આવે છે. જે સાંભળી શકાય છે. તેનાં આંદોલનની સંખ્યા દર સેકન્ડે ૨૪૦ છે. સંગીતમય સ્વર માટે ઓછામાં ઓછી ૪૦ આંદોલનની સંખ્યા જરૂરી મનાઈ છે. ગાયન,વાદન અને નર્તન માટે સંગીતનું જ્ઞાન અનિવાર્ય મનાયું છે. એથી એનો પ્રાથમિક પરીચય સંક્ષિપ્તમાં પ્રસ્તુત છે.

                    વ્યાખ્યાઃ સંગીતની વ્યાખ્યાઓ પ્રમાણે મળે છે.

() સંગીત સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સમ્+ગીત, સમનો અર્થ સમાનબરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત ઉત્તમ રીતે ગાવું એનું નામ સંગીત. ‘સમ્યક પ્રકારેણ ગીયતે ઈતિ સંગીત’.

() મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમાંગીતં, વાદ્યં નર્તન ત્રયં સંગીતમુચ્યતે” ગીત, વાજિંત્ર અને નૃત્ય ત્રણેય મળીનેસંગીત’ કહેવાય છે. પંડીત દામોદરકૃત સંગીતદર્પણમાં વિશેષમાં કહ્યું છે કેઃગીત વાદિન નૃત્યાંના રકિતઃ સાધારણો ગુણઃ અતો રકિતવિહીનં યત્ન તત સંગીતમ ઉચ્યત” અર્થાત ગીત, વાદ્ય્ અને નૃત્ય ત્રણેયનો સામાન્ય ગુણ મનોરંજન છે. આથી સંગીતમાં રક્તિગુણ અનિવાર્ય છે.

() ભરતમુનિએ ભરતનાટયશાસ્ત્રમાંગાંધર્વ ત્રિવિધં વિધાત સ્વરતાલપદાત્મકમ્ !” અર્થાત્ સ્વરાત્મક, તાલાત્મક તથા પદાત્મક એટલે સંગીત. રીતે સંગીતની વ્યાખ્યા આપી છે.

() શ્રીરામપ્રસાદ પ્ર. બક્ષી સંગીતની વ્યાખ્યા આપતાં જણાવે છે કેઃસંગીત એટલે માનવ કંઠમાંથી કે વાદ્યમાંથી ઉત્પન્ન રાસબધ્ધ લયયુક્ત અને તાલબંધ સ્વરલીલા.”

                                                                                 ક્રમશ