ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ“   માંથી………

છંદોમાં ગેયતા : સુગેયતા પ્રાસ, અનુપ્રાસ, આકાર, ઉકાર, ઈકાર સ્વરો, અનુનાસિક વર્ણો વગેરે વિશેષ આવકારે છે. અક્ષરમેળની અપેક્ષાએ માત્રા મેળમાં પ્રગટતો લય પ્રવાહ સુગેયતાને વિશેષ અનુકૂળ આવે છે. શ્રી આર.સી. મહેતાના જણાવ્યાં પ્રંમાણે : “આપણા દેશીઓના ઢાળોનો વિકાસ માત્રામેળ માંથી થયો છે. સુગેયતા નિયમબધ્ધ લય પ્રવાહની અપેક્ષા રાખે છે.”
                    “લયની ગતિ લીલાઓનો પ્રવાહના ઈતિહાસમાં પહેલા લોકગીત આવે અને તે પછી માત્રામેળ દેશીબંધ આવે. અક્ષરમેળ ને વર્ણમેળ છંદોની લય છટા ઉપર પણ આ પ્રવાહની અસર જોઈ શકાય. લયની નિયમિતતા કાવ્યના અર્થધ્વનિનું પોષણ કરે છે તો કોઈવાર તેના પોતાના ચલનથી એક, વાતાવરણ ઊભું કરી એક નવો જ અર્થધ્વનિ પેદા કરે છે નિયમિત લય આપણાં સંસ્કારોમાં પાયારૂપ હોવાથી આપણા આંતરમન સાથે સંબંધ ધરાવે છે અને આપણે અજ્ઞાતપણે અસર કરે છે. વળી કેટલીક વાર નિયમીત લયોનો લગાતાર પ્રવાહ માદક અસર પણ ઉપજાવે છે અને ચિત્તની સભાનતા ઉપર પોતાનો ઓછાયો પાડે છે. ગેય કાવ્યની લયોમાં કે તેનાં સંગીત પ્રયોજન સમયે લયની સ્વભાવ લીલા પણ કામ કરતી હોય છે.

 વધુ આવતા અંકે……….

Advertisements