એજી સોનલમાં આભ કપાળી ભજુ તુને ભેળીયા વાળી
હા ચારણના સત છુટવા લાગ્યા પાપે કર્યો છે પેસાર
એ જાગતી જોત્યુ મઢડા ટીંબે આઈ ઉગી પ્રભાત ઉગમણા
એ ઉગમણા ઓરડા વાળી ભજુ તુને ભેળીયા વાળી……….( ૧)

હા મઢડે જેદી નોતર્યા માડી ચારણો લાખમલાખ
એ રજ ઉડી તેદી ભાણઢંકાણા સુરજ પુરેસાખ વિહોતર
એ વિહોતર નાત ઉજાળી ભજુ તુને ભેળીયા વાળી………..(૨)

હા જુનાણે ચારણ નોતર્યા માડી બાળ ભણે ભલી ભાત
એ અજીયા બાબને કીધા અભે માડી એજ મોટી અખીયાત પોતાવર
એ પોતાવર પાળવા વાળી  ભજુ તુને ભેળીયા વાળી………..(૩)

હા પાળીયા તે બહુ પ્રેમથી સોનલ કોઈ નો પાળે ‘કાગ’
એ સાદ સુણી અને ધોડ્ય ભુજાળી મઢડા વાળી માત પોતાના
એ પોતાના બીરદ સંભારી ભજુ તુને ભેળીયા વાળી…………(૪)
જય આઈ શ્રી સોનલ માં
કવિશ્રી દુલા ભાયા કાગ

Advertisements