ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ“   માંથી………

માત્રા : માત્રાનો પર્યાય કલ, કલા, મત્ત, મતા આદિ છે. ઉચ્ચારણકાળને આધારે માત્રાના હસ્વ દીર્ઘ, સંયુકત, હલન્ત, અર્ધ્ધસમ વગેરે પ્રકાર બને છે. હસ્વ-લઘુ-વર્ણની એક માત્રા અને ગુરુ-દીર્ઘ-ની બે માત્રા ગણવામાં આવે છે.

લઘુ । ઊભી નિશાની છે તથા ગુરુ ડ વક્રચિહ્ન છે.
હસ્વ, ઇ, ઉ, ને આકાર સ્વર લઘુ અક્ષર લેખાય,
જોડાક્ષરથી જો પ્રથમ થડકે તો ગુરુ થાય.
બાકી સ્વર બીજા બધા ગુરુ સંજ્ઞા જ ગણાય,
પણ જાણો લઘુ જો મુખે લઘુ જેવો બોલાય.
જે સ્વર વળી વ્યંજન વિષે, તે પણ ગુરુલઘુ તેમ.
ગુરુની માત્રા બે ગણો, એક જ લઘુની એમ.
વક્ર (ડ) ચિહ્ન ગુરુ વરણનું, લઘુ (।)ની લીટી લખાય,
લઘુ ગુરુ લખિને નવ ગણો, ઉચ્ચારે ઓળખાય.

     માત્રાગણના પર આધરિત છંદ માત્રિક છંદ કહેવાય છે. માત્રિકછંદને જ જાતિ છંદ પણ કહે છે.

વૃત : વર્ણિક છંદ-વર્ણમેળ છંદ : વર્ણિક છંદનું જ એક ક્રમબદ્વ નિયોજિત તેમજ વ્યવસ્થિત રૂપ વર્ણિકવૃત બને છે. વૃત એ સમછન્દને કહેવાય છે, જેમાં ચાર સમાન ચરણ હોય છે અને પ્રત્યેક ચરણમાં  આવનાર વર્ણનો ગુરુ લઘુ ક્રમ નિશ્ર્વિત હોય છે. ગણોના વિધાનથી નિયોજિત હોવાથી તેને ગણબધ્ધ, ગણાત્મક છંદ પણ કહ છે. ટુંકમાં વર્ણિકછંદને વૃત પણ કહે છે.

લઘુ વર્ણના નિયમો : (૧)હસ્વ માત્રાયુક્ત વર્ણ.
                                      (૨) સંયુકતાક્ષર સ્વયં લઘુ  હોય છે.
                                      (૩) ચંદ્રબિંદુયુકત લઘુ વર્ણ છે. 
                                      (૪) હસ્વ રૂપમાં ઉચ્ચારિત વર્ણ.
                                      (૫) હલન્ત વ્યંજન લઘુ છે. લ, લ, લ થી દ, દ, થી બોલાય છે.

ગુરુ વર્ણના નિયમો : દીર્ઘ વર્ણ એટલે ગુરુ વર્ણ છે, જે હસ્વની તુલનામાં બે ગણી માત્રા ધરાવે છે. ગુરુની બે માત્રા છે. માત્રિકછન્દો માત્રા ગણના કરતા સમયે કયા વર્ણને ગુરુ માનવો તે સમ્બન્ધી નિયમો છે.

(૧) પાદાન્તે રહેલ
(૨) હ્સ્વવર્ણ વિકલ્પે ગુરુ
(૩) વિસર્ગયુક્ત
(૪) અનુસ્વરયુકત
(૫) સંયુકતવર્ણ
(૬) જિહવામૂલીય તથા
(૭) ઉપપધ્માનીયરૂપે પ્રયોજિત વર્ણ ગુરુ છે. ખરેખર ઉચ્ચારણ જ કોઈ પણ વર્ણને ગુરુ માનવાનો મુખ્ય આધાર છે. આ ગુરુવર્ણને દા, દા, દા, ગા ગા, ગા દ્વારા સૂચિત કરવામાં આવે છે.

ગણ : વર્ણિકવૃતમાં ગુરુ-લઘુના ક્રમથી વર્ણોની વ્યવ્સ્થા તથા ગણના કરવા માટે ત્રણ ત્રણ વર્ણના સમૂહ બનાવવામાં આવે છે. જેને ગણ કહે છે. ગણની સંખ્યા આઠ છે.

ય, મ, ત, ર, જ, ભ, ન, સ. આમ આઠ ગણ છે.
અહિં ત્રણ વર્ણમાં લઘુ ગુરુનું સ્થાન નિશ્વિત  છે.
ય, મ, ત, ર, જ, સ, ભ, ન આઠ ગણ, અક્ષર ત્રણ, ગણ એક,
કહું તેના આકારને વાંચો રાખી વિવેક.
આદિ, મધ્ય, અવસાન મેં ય ર તા મેં લઘુ હોય.
ભજસા મેં ગુરુ જાનિયે, મ, ન, ગુરુ લઘુ સબ હોય.
સર્વ ગુરુ મ ગણ (ડડડ) ગણ, ભ ગણ (ડ ।।) આદિ ગુરુ ભાખ
       (માતાજી)                                        (ભારત)
જ ગણ મધ્ય ગુરુ (। ડ ।) જાણવો, સ ગણ (।।ડ) અંતગુરુ શાખ
   (જકાત)                         (સમતા)
      સર્વ લઘુ છે ન ગણ (।।।) ગણ, ય ગણ (। ડડ) આદિ લઘુ એમ.    

(નગર)                              (યશોદા)
ર ગણ (ડ।ડ) મધ્ય લઘુ માનવો, ત ગણ (।।ડ) અંત લઘુ તેમ
   (રામજી)                                          (તાકાત)

યગણ તો યશોદા, મગણ તો માતાજી, તગણ તાકાત, ભગણ ભારત, જગણ જકાત, સગણ સમતા, રગણ  રામજી, નગણ નગર ગણો, એમ છે હર એક ઉદાહરણ એહ.

 વધુ આવતા અંકે……….

Advertisements