ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ“     ( ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક ) માંથી……….

વ્યાખ્યા : આહલાદક, વર્ણો તથા માત્રાઓની નિશ્વિત સંખ્યા તેમજ યતિ, ગતિ આદિ અંગોની ચોકકસ વિધાનયુક્ત પદ રચનાને છંદ કહેવામા આવે છે.

       છંદ રચના મુખ્યત્વે ત્રણ પ્રકારની છે. માત્રામેળ, ગણમેળ અને અક્ષરમેળ. માત્ર માત્રાના નિયમ ઉપરથી જે કાવ્યરચના થાય તેને માત્રવૃતો અથવા માત્રમેળ છંદો, ગણના નિયમ ઉપરથી જે કાવ્યોની રચના થાય તે ગણમેળ છંદો અને અક્ષરનાં નિયમ ઉપરથી જે કાવ્યોની રચના થાય છે તેને અક્ષરમેળવૃતો અથવા અક્ષરમેળ છંદો કહેવાય છે. લય, તાલ, ચરણ યતિ, ગતિ, માત્રા, ગણ, અક્ષર, વૃત એ બધાં છંદોના પ્રધાન અંગો છે.
       કવિશ્રી પિંગળશીભાઈ ગઢવી દ્વારા છંદદર્શન ગ્રંથમાં છંદનાં મૂળભૂત અંગ અને પ્રધાન અંગોની ચર્ચા કરવામાં  આવી છે. એ અત્રે ઉલ્લેખનીય છે.

છંદનાં મૂળભૂત અંગ : છંદશાસ્ત્રરૂપી સમુદ્ર તરી ન શકાય તેવો ગહન છે તેમા જેમ જેમ વધારે ને વધારે ઊંડા ઊતરતા જઈએ તેમ તેમ તેમાંથી અમુલ્ય રત્નોની પ્રાપ્તિ થાય છે.
      પિંગલ એટલે વર્ણ-અક્ષર-ના ગુરુ લઘુનું વ્યાખ્યાન જેમાં છે તે શાસ્ત્ર-ભાષાનું ખરું સૌંદર્ય કવિતામાં જોવામાં આવે છે. જયાં સુધી છંદોજ્ઞાન યથાવિધિ ન થાય ત્યાં સુધી ભાષાજ્ઞાન અધૂરું રહે છે. છંદરચના ધ્વનિ અથવા લય પર આધરિત છે. ભાષામાં ધ્વનિના બે પ્રકાર બને છે. ધ્વનિને વર્ણ પણ કહે છે
વર્ણના બે પ્રકાર : એક સ્વરવર્ણ (ધ્વનિ) તથા બીજા વ્યંજનવર્ણ (ધ્વનિ).
      સ્વરનાં મૂળ બે સ્વરૂપ છે, જેમા ઉચ્ચારણની માત્રાને ધ્યાનમાં લેવામાં આવે છે : (૧) હસ્વ સ્વર તથા (૨) દીર્ઘ સ્વર.

             હસ્વ ઇ ઉ ને આકાર સ્વર લઘુ અક્ષર લેખાય,
             જોડાક્ષરથી જો પ્રથમ થડકે તો ગુરુ થાય.

વધુ આવતા અંકે…….

Advertisements