રામ,રહિમ,નાનક,ઇસુમાં નથી કોઈ ફરક,
દુનિયા અલગ અલગ ધર્મો થી ઓળખે છે
હિન્દુ,મુસ્લિમ,શિખ,પારસીમાં નથી કોઈ ફરક,
દુનિયા અલગ અલગ જાતિ થી ઓળખે છે
ગીતા,કુરાન,બાઈબલમાં નથી કોઇ ફરક,
દુનિયા અલગ અલગ ધર્મગ્રન્થ થી ઓળખે છે
જગતમાં દરેક જીવ એક સમાન છે,
દુનિયા અલગ અલગ નામો થી ઓળખે છે
જગતમાં હોય છે દરેક નું લોહી લાલ,
દુનિયા એક-બીજાના લોહીની તરસી બની છે
જગતમાં છે બધા એક બીજા પર નિર્ભર,
‘કપિલ’ લોકો ક્યારે સમજશે આ વાત ?

-કપિલ દવે

Advertisements