મારું કાળજુ કંપે ને તન ડોલે
મારું દલડુ રુવે ને મન હસે
મારી નજર ફરે ત્યાં તુજ દિસે
એવા સાજણ તારા સંભારણા

મારી પાંપણે આંસુ બની વહેતા
મારા કંઠનુ ઘરેણૂં બની ગહેતા
મારા દિલમાં ધબકાર બની ધબકતા
એવા સાજણ તારા સંભારણા

મારી આંખમાં સ્વપ્ન થકી આવેલા
મારા મનના મોર બની નાચેલા
‘કપિલ’ને કાળજે છબી બની કંડારાયેલા
એવા સાજણ તારા સંભારણા

–કપિલ દવે