હતું મારું ખૂબ જ સુંદર બાળપણ,
એ ખોવાયુ છે, મારી જવાનીમાં,
મને આજ એ બાળપણ યાદ આવે.
એ મારું રૂડુ મજાનું ગોકુળીયુ ગામ,
જ્યાં વિતાવ્યુ છે, મારું બાળપણ
મને આજ એ ગામ યાદ આવે.
ગામની શેરીઓમાં રમતા પક્કડાપક્ક્ડી
રમવાની અનેરી મજા હતી, ગીલ્લી દંડા,
મને આજ એ શેરીઓ યાદ આવે.
લાકડી લઈને પાછળ ભાગતો હતો બાવો,
જ્યારે છુપાતાં હતાં, બાવાની ઝુપડીમાં,
મને આજ એ ઝુપડી યાદ આવે.
હિંચકતા સદા વડલાની વડવાઈ પર,
અમે બાંધીને, રૂડા વડવાઈના હિંચકા,
મને આજ એ વડલો યાદ આવે.
સાંજ પડેને ઝાલર ને ટાણે ભાગતાં,
કરવા આરતી, રામજી મંદિરે,
મને આજ એ મંદિર યાદ આવે.
યાદો છે મારા બાળપણની હજીયે,
મંદિર જેવી, મારી નિશાળમાં,
મને આજ એ નિશાળ યાદ આવે.
બાળપણ ગયું મારું ખેતરને વાડીયુમાં
તો પણ સુંદર હતું, ‘કપિલ’નુ બાળપણ,
મને આજ એ ખેતર યાદ આવે.
-કપિલ દવે
November 21, 2007 at 1:33 pm
સુંદર ઊર્મિકાવ્ય…
November 23, 2007 at 4:16 pm
thanks
November 24, 2007 at 4:33 am
ખુબ સરસ કપિલભાઈ….
November 24, 2007 at 9:16 am
thnks shivansh bhai
November 28, 2007 at 5:49 am
સુંદર……………
મને પણ બાળપણ યાદ આવી ગયું
જેહુ સાથ સગપણ યાદ આવી ગયું
સાબરના કોતરો ભેખડો વાડીઓ
તરબૂચ ટેટીનું ગળપણ યાદ આવી ગયું
આભાર………
December 8, 2007 at 5:09 am
thanks
bimal bhai
December 21, 2007 at 4:28 pm
khubaj saras
wah wah
January 17, 2008 at 5:07 pm
vaah….. !!
amne pan amaru bachpan yad karavi didhu.