હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…
હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું…
કાપજે રે જી………
માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……(૨)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે -આવકારો મીઠો….
આપજે રે….જી…. ૧.
કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨)
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે -આવકારો મીઠો…
આપજે રે….જી…. ૨.
વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……(૨)
એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે -આવકારો મીઠો…
આપજે રે….જી…. ૩.
‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે -આવકારો મીઠો…
આપજે રે….જી…. ૪.
કવિશ્રી દુલા ભાયા કાગ -”કાગબાપુ”-
October 5, 2007 at 8:26 pm
Kapil,
Keep up the great work!
I had this poem memorized in the 6th grade, years went by and I had lost it. Beacuse of you I have this poem again.
You made me really happy.
tahnk you,
-Chetan