લખવા બેઠો છુ હું ગઝલ પણ,
ગઝલ વિશે કઈ જાણતો નથી,
લખવુ છે દુનિયા વિશે,
પણ આ દુનિયા છોડીને,
લખવુ છે નશાબંધી વિશે,
પણ દારુ પીયને પછી,
લખવુ છે ડાહ્યા લોકો વિશે,
પણ પાગલખાને જઈને,
લખવુ છે પ્રેમ વિશે ,
પણ નફરત કરી ને ,
લખવુ છે આકાશ વિશે ,
પણ ધરતી પર રહિને,
લખવુ છે દેવો વિશે,
પણ દાનવ થઈને ,
લખવુ છે સ્વર્ગ વિશે,
પણ નરક મા જઈને,
આ ‘કપિલ’ કેટલુ લખશે,
હવે અભણ થઈ ને…..

-કપિલ દવે